ઓપનિંગ આવક નિકાલ ક્લોઝિંગ *
૩૨૬૫ ૭૭૪ ૧૩૦૮ ૨૬૩૧

ગુજરાત માહિતી આયોગ ની સત્તા અને કાર્યો

માહિતીનો અધિકાર અધિનિયમ-૨૦૦૫ના પ્રકરણ-૫ માં માહિતી આયોગની સત્તા અને કાર્યોને નિયત કરવામાં આવ્યા છે જે અનુસાર ગુજરાત માહિતી આયોગની નાગરિકોની ફરિયાદ તેમજ અપીલ સંદર્ભે નીચેના મુજબની સત્તા મળેલ છે જેનો ઉપયોગ કરીને ગુજરાત માહિતી આયોગ, નાગરિકોની ફરિયાદો અને બીજા અપીલોના નિકાલ પરત્વે નીચે મુજબની કાર્યવાહી કરે છે

કલમ - ૧૮ માહિતી પંચની સત્તા અને કાર્યો, ફરિયાદ સંદર્ભે -

(૧) આ અધિનિયમની જોગવાઈઓને આધીન રહીને કેન્દ્રીય માહિતી પંચ અથવા યથા પ્રસંગ રાજ્ય માહિતી કોઈ વ્યક્તિ
(ક) કે જે આ અધિનિયમ હેઠળ આવા કોઈપણ અધિકારીની નિમણૂક કરવામાં આવી નથી તે કારણથી અથવા કેન્દ્રીય મંદદનીશ જાહેર માહિતી અધિકારી અથવા યથા પ્રસંગ રાજ્ય મદદની જાહેર માહિતી અધિકારીએ આ અધિનિયમ હેઠળની તેને અથવા તેણીને માહિતી અથવા અપીલ માટેની અરજી કલમ-૧૯ ની પેટા કલમ-(૧)માં નિર્દિષ્ટ કર્યા મુજબ કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી કે રાજ્યના જાહેર માહિતી અધિકારી કે વરિષ્ઠ અધિકારીને અથવા કેન્દ્રીય માહિતી પણ જેને અથવા યથાપ્રસંગ રાજ્ય માહિતી પંચને રવાના કરવા માટે સ્વીકારવાની ના પાડી હોય તે કારણથી કેન્દ્રીય જાહેર માહિતી અધિકારીને અથવા યથા પ્રસંગ રાજ્યના જાહેર માહિતી અધિકારીને વિનંતી કરી શકે ન હોય,
(ખ) કે જેના આ અધિનિયમ હેઠળ વિનંતીથી માગવામાં આવેલી કોઈ માહિતી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હોય,
(ગ) કે જેના આ અધિનિયમ હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલી સમય મર્યાદાની અંદર માહિતી મેળવવા અથવા પ્રાપ્ત કરવાની વિનંતી નો પ્રતિભાવ આપવામાં આવ્યો ન હોય,
(ઘ) તેને અથવા તેણીને ગેરવાજબી જણાતી હોય તેવી ફીની રકમ ચૂકવવાનું ફરમાવ્યું હોય,
(ચ) તેને અથવા તેણીને આ અધિનિયમ હેઠળ અધૂરી, ગેરમાર્ગે દોરનારી અથવા ખોટી માહિતી આપવામાં આવી છે તેવું માનતી હોય અને,
(છ) કે જે આ અધિનિયમ હેઠળ રેકર્ડ માગવા અથવા મેળવવા સંબંધી બીજી કોઈ બાબતના સંબંધમાં, તેની ફરીયાદ સ્વીકારવાની અને તે અંગે તપાસ કરવાની ફરજ રહેશે.
(૨) કેન્દ્રીય માહિતી પંચ અથવા યથાપ્રસંગ રાજ્ય માહિતી પંચને ખાતરી થાય કે કોઈ બાબતમાં તપાસ કરવા માટેના વાજબી આધારો છે ત્યારે તે તેના સંદર્ભમાં તપાસ શરૂ કરી શકશે.
(૩) કેન્દ્રીય માહિતી પંચને અથવા યથાપ્રસંગ રાજ્ય માહિતી પંચને, આ કલમ હેઠળ કોઈપણ બાબતમાં તપાસ કરતી વખતે નીચેની બાબતોમાં સંબંધમાં દીવાની કાર્યરીતિ અધિનિયમ ૧૯૦૮ હેઠળ દાવો ચલાવતી વખતે, દીવાની ન્યાયલયમાં નિહિત થયેલી સત્તા જેવી જ સત્તા રહેશે.
(ક) વ્યક્તિઓને બોલાવવા અને હાજર રહેવા માટે ફરજ પાડવી અને સોગંદ પર મૌખિક અથવા લેખિત પુરાવા આપવા માટે અને દસ્તાવેજો અથવા માહિતી પૂરી પાડવા ફરજ પાડવાની
(ખ) દસ્તાવેજો ને પ્રગટ કરવા અને તપાસણી કરવા ફરમાવવાની
(ગ) સોગંદનામાં પર પુરાવો મેળવવાની
(ઘ) કોઈ ન્યાયાલય અથવા કચેરીમાંથી તેના જાહેર રેકર્ડ અથવા તેની પ્રતોની માગણી કરવાની.
(ચ) સાક્ષીઓ અથવા દસ્તાવેજોની તપાસ માટે સમન્સ કાઢવાની અને,
(છ) ઠરાવવામાં આવી તેવી બીજી કોઈ બાબત.
(૪)સંસદ અથવા યથાપ્રસંગ રાજ્યમાં વિધાનમંડળના કોઈ બીજા અધિનિયમમાં ગમે ત્યાં સંગત હોય તે છતાં કેન્દ્રીય માહિતી પંચ તથા યથા પ્રસંગ રાજ્ય માહિતી પંચ અથવા આ અધિનિયમ હેઠળ કોઈપણ ફરિયાદ અંગેની તપાસ દરમિયાન આ અધિનિયમ લાગુ પડતો હોય તેવા કોઇ રેકોર્ડની કે જાહેર સત્તા મંડળના નિયંત્રણ હેઠળ હોય તેની તપાસ કરી શકશે અને આવા કોઈ પણ રેકર્ડને કોઈપણ આધારે અટકાવી શકાશે નહિ.

કલમ-૧૯ માહિતી પંચની સત્તા અને કાર્યો, પ્રથમ અને બીજી અપીલ સંદર્ભે. -

(૧). કોઈપણ વ્યક્તિ જેને કલમ (૭)ની પેટા કલમ (૧) અથવા પેટા કલમ (૩) ના ખંડ (ક) માં નિર્દિષ્ટ કર્યા મુજબની સમયમર્યાદાની અંદરની નિર્ણયની જાણ થઈ ન હોય અથવા કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથા પ્રસંગ રાજ્યના જાહેર માહિતી અધિકારીના નિર્ણયથી નારાજ થઈ હોય તે આવી મુદત પૂરી થયા અથવા આવો નિર્ણય મળ્યા થી ત્રીસ દિવસની અંદર દરેક જાહેર સત્તા મંડળની અંદર કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથાવ પ્રથમ રાજ્યના જાહેર માહિતી અધિકારી કરતા ઉપલો દરજ્જો ધરાવતા હોય તેવા અધિકારીને અપીલ કરી શકશે.
પરંતુ આવા અધિકારીને એવી ખાતરી થાય કે અપીલ કરનાર પૂરતા કારણોસર સમયસર અપીલ કરી શક્યો ન હતો તો તે ત્રીસ દિવસની મુદત વીતી ગયા પછી અપીલ સ્વીકારી શકશે.
(૨) કેન્દ્રીય જાહેર માહિતી અધિકારીએ અથવા યથા પ્રસંગ રાજ્ય જાહેર માહિતી અધિકારીએ કરેલો હુકમની સામે કલમ-૧૧ હેઠળ ત્રાહિત પ્રક્ષકારની માહિતી જાહેર કરવા માટે અપીલ કરવામાં આવતી હોય ત્યારે સંબંધિત ત્રાહિત પક્ષકારે હુકમની તારીખથી ત્રીસ દિવસની અંદર અપીલ કરવી જોઈએ.
(3) પેટા-કલમ (૧) હેઠળના નિર્ણયની સામેની બીજી અપીલ, જે તારીખે નિર્ણય કરવો જોઈતો હતો અથવા ખરેખર મળ્યો હોય તે તારીખથી નેવું દિવસની અંદર કેન્દ્રીય માહિતી પરથી અથવા રાજ્ય માહિતી પણ સમક્ષ કરવી જોઈએ છે.
પરંતુ કેન્દ્રીય માહિતી પંચને અથવા યથા પ્રસંગ રાજ્ય માહિતી ખાતરી થાય કે અપીલ કરનાર પૂરતા કારણોસર સમયસર અપીલ કરી શક્યો ન હતો તો તે નેવું દિવસની મુદત વીતી ગયા પછી આપેલ સ્વીકારી શકશે.
(૪) કેન્દ્રીય જાહેર માહિતી અધિકારીના અથવા યથા પ્રસંગ રાજ્યના જાહેર માહિતી અધિકારીના નિર્ણય વિરુદ્ધ કરાયેલ અપીલ રાયપર ની માહિતી સંબંધી હોય તો કેન્દ્ર માહિતી પંચે અથવા યથા પ્રસંગ રાજ્ય માહિતી પંચે તે ત્રાહિત પ્રક્ષાને સુનવણીની વ્યાજબી તક આપી જોઈશે.
(૫) કોઈ અપીલની કાર્યવાહીમાં વિનંતી નો અસ્વીકાર કાયદેસર રીતે કરવામાં આવ્યો હતો તે સાબિત કરવાની જવાબદારી જેણે વિનંતી નો અસ્વીકાર કર્યો હોય તે કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથાપ્રસંગ, રાજ્યના જાહેર માહિતી અધિકારીની રહેશે.
(૬) પેટા કલમ (૧) અથવા પેટા કલમ (૨) હેઠળની અપીલનો નિકાલ અપીલ મળ્યાના ત્રીસ દિવસની અંદર અથવા યથા પ્રસંગ તેની અપીલ દાખલ કર્યા ની તારીખથી કુલ પિસ્તાળીસ દિવસથી વધુ નહીં એટલે કેટલા લંબાવેલા સમયગાળાની અંદર લેખિતમાં કારણોની નોંધ કરીને કરવો જોઈશે.
(૭) કેન્દ્રીય માહિતી પંચ પણ અથવા યથા પ્રસંગ રાજ્ય માહિતી પંચનો નિર્ણય બંધન કર્તા રહેશે.
(૮)તેના નિર્ણયમાં કેન્દ્રીય માહિતી પંચને અથવા યથા પ્રસંગ રાજ્ય માહિતી પંચ માટે નીચેની બાબતોના સંબંધમાં બંધનકર્તા રહેશે.
(ક) આ અધિનિયમની જોગવાઇઓના પાલનને સુનિશ્ચિત કરવા માટે આવશ્યક હોય તેવા નીચે ઉલ્લેખેલ સહિતના પગલાં લેવા,
૧. જો આવી વિનંતી થી કરવામાં આવી હોય તો ખાસ સ્વરૂપે માહિતી પૂરી પાડવા,
૨. કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા પ્રસંગ રાજ્યમાં જાહેર માહિતી અધિકારીની નિમણૂક કરવા
3. અમુક માહિતી અથવા માહિતીના પ્રકારો પ્રસિદ્ધ કરવા
૪. રેકર્ડની જાળવણી સંચાલન અને તેના નાશના સંદર્ભમાં તેની પદ્ધતિમાં જરૂરી ફેરફારો કરવા
૫. માહિતીના અધિકાર બાબતે તેના અધિકારીઓ માટે તાલીમની જોગવાઈ વિસ્તૃત કરવા
૬. કલમ (૪) ની પેટા કલમ (૧)ના ખંડ(ખ) ના પાલન માટે વાર્ષિક અહેવાલની જોગવાઈ કરવા જાહેર સત્તામંડળને ફરમાવવાની
(ખ) કોઈ નુકસાન અથવા થયેલ બીજી હાનિ માટે ફરિયાદીને વળતર આપવા જાહેર સત્તામંડળને ફરમાવવાની.
(ગ) આ અધિનિયમ હેઠળ જોગવાઈ કરેલ કોઈ દંડ લાદવાની
(ઘ) અરજીને નામંજૂર કરવાની.
(૯)કેન્દ્રીય માહિતી પંચે અથવા યથાપ્રસંગ, રાજ્ય માહિતી પંચે ફરિયાદીને અને જાહેર સત્તામંડળને અપીલ અંગેના કોઈ અધિકાર સહિતના તેના નિર્ણયની નોટિસ આપવી જોઈશે.
(૧૦) કેન્દ્રીય માહિતી પંચે અથવા યથા પ્રસંગ રાજ્ય માહિતી પણ જે ઠરાવવામાં આવે તેવી કાર્યરીતિ અનુસાર અપીલનો નિર્ણય કરવો જોઈશે.

કલમ-૨૦ – માહિતી પંચની દંડ અને શિસ્ત વિષયક પગલાં ભરવાની ભલામણ કરવાની સત્તા -

૧. કેન્દ્રીય માહિતી પંચનો અથવા યથાપ્રસંગ રાજ્ય માહિતી પંચનો કોઈ
ફરિયાદ અથવા અપીલનો નિર્ણય કરતી વખતે એવો અભિપ્રાય હોય કે કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથાપ્રસંગ રાજ્યના જાહેર માહિતી અધિકારી કોઈ વ્યાજબી કારણ વિના માહિતી માટેની અરજી સ્વીકારવાની ના પાડી છે અથવા કલમ (૭)ની પેટા કલમ (૧) હેઠળ નિર્દિષ્ટ કરેલ સમયની અંદર માહિતી પૂરી પાડી નથી અથવા માહિતી માટેની વિનંતી નો ઇરાદાપૂર્વક અસ્વીકાર કર્યો છે અથવા જાણીબૂજીને ખોટી અધૂરી અને ગેરમાર્ગે દોરનારી માહિતી આપી છે અથવા વિનંતી નો વિષય હોય તેવી માહિતીનો નાશ કર્યો છે અથવા માહિતી પૂરી પાડવા માટે કોઈપણ રીતે અવરોધ કર્યો છે તો તે અરજી સ્વીકારવામાં આવેલ હોય અથવા માહિતી પૂરી પાડેલ હોય ત્યારથી દરેક દિવસ માટે બસોપચાસ રૂપિયાનો દંડ કરી શકશે તેમ છતાં તેવા દંડની કુલ રકમ પચીસહજાર રૂપિયા કરતા વધવી જોઈશે નહિ.
પરંતુ કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથા પ્રસંગરાજ્યના જાહેર માહિતી અધિકારી પર તેઓ દંડ નાખતા પહેલા તેને સુનવણીની વાજબી તક આપી જોઈશે.
વધુમાં તે વ્યાજબી પણ અને ખંડપૂર્વક વર્ત્યો હતો તેવું સાબિત કરવાનો બોજો કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથાપ્રસંગ રાજ્યના જાહેર માહિતી અધિકારી પર રહેશે.
૨. કેન્દ્રીય માહિતી પંચનો અથવા યથાપ્રસંગ રાજ્ય માહિતી પંચનો કોઈ ફરિયાદ અથવા અપીલનો નિર્ણય કરતી વખતે એવો અભિપ્રાય હોય કે કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથાપ્રસંગ રાજ્યના જાહેર માહિતી અધિકારી એ કોઈ વ્યાજબી કારણ વિના દૂરઆગ્રહપૂર્વક માહિતી માટેની અરજી સ્વીકારી નથી અથવા કલમ (૭)સાતની પેટા કલમ (૧)હેઠળ નિર્દિષ્ટ કરેલ સમયની અંદર માહિતી પૂરી પાડી નથી અથવા માહિતી માટેની વિનંતી નો બદઇરાદાપૂર્વક અસ્વીકાર કર્યો છે અથવા જાણીબુજીને ખોટી અધૂરી અને ગેરમાર્ગે દોરનારી માહિતી આપી છે અથવા વિનંતી નો વિષય હોય તેવી માહિતીનો નાશ કર્યો છે અથવા માહિતી પૂરી પાડવામાં કોઈપણ રીતે અવરોધ કર્યો છે તો તેને લાગુ પડતા સેવા નિયમો હેઠળ કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથા પ્રસંગ રાજ્યના જાહેર માહિતી અધિકારીની વિરુદ્ધ શિસ્ત વિષયક પગલાં લેવાની તે પંચ ભલામણ કરી શકશે.

સાઇટ પર છેલ્લું અપડેટ : ૨૧/ઓગસ્ટ/૨૦૨૫  |   મુલાકાતીઓ : ૦૧૫૫૬૯૦૭