ભારતના સંવિધાને લોકશાહી ગણરાજ્યની સ્થાપના કરેલ છે. લોકશાહી શાશનવ્યવસ્થામાં વહીવટીતંત્રની કામગીરીને પારદર્શી બનાવવા અને સરકારના માધ્યમો પ્રજાને જવાબદાર રહે તે સહિતના વિવિધ હેતુઓ સર નાગરિકોને અમુક માહિતી પુરી પાડવા માટે સંસદ દ્વારા માહિતીનો અધિકાર અધિનિયમ – ૨૦૦૫ ઘડવામાં આવ્યો છે.
ગુજરાત સરકારના તા.૧૧/૧૦/૨૦૦૫ના જાહેરનામાં ક્રમાંક જીએસ/૩૨/૨૦૦૫/વીએચએસ/૧૦૦૫/આરટીઆઇ/સેલ થી ગુજરાત માહિતી આયોગની રચના કરવામાં આવી છે. ગુજરાત સરકારના જાહેરનામાં ક્રમાંક/જીએસ/૩૪/૨૦૦૫/વીએચએસ/૧૦૦૫/૨૨૪૧/આરટીઆઇ સેલ થી ગુજરાત માહિતી આયોગનું મુખ્યમથક ગાંધીનગર જાહેર કરવામાં આવેલ છે.
હાલગુજરાત માહિતી આયોગ ખાતે એક મુખ્ય માહિતી કમિશનર તથા અન્ય પાંચ રાજ્ય માહિતી કમિશનરો મળીને કુલ ૬ માહિતી કમિશનરો ફરજ બજાવે છે.
ગુજરાત માહિતી આયોગ એ સ્વતંત્ર વૈધાનિક સંસ્થા છે.