ઓપનિંગ આવક નિકાલ ક્લોઝિંગ *
૩૨૬૫ ૭૭૪ ૧૩૦૮ ૨૬૩૧

પ્રશ્‍નોત્તરી

પ્રશ્‍નોત્તરી (FAQs)

    માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ અને માહિતી અધિકાર નિયમો-૨૦૧૦
  • માહિતીનો અધિકાર અધિનિયમ વર્ષ-૨૦૦૫થી અમલમાં આવેલ છે. આ અધિનિયમનો હેતુ નાગરિકોને ‘જાહેર સત્તામંડળો’ પાસે ઉપલબ્ધ હોય તેવી માહિતી મેળવવાની વ્યવહારિક પ્રણાલી/વ્યવસ્થા ઉભી કરીને, વહીવટમાં જવાબદારીની ભાવના અને પારદર્શિતા ઉભી કરવાનો છે. આ અધિનિયમ સમગ્ર રાષ્ટ્રમાં લાગુ પડે છે.

  • રાજય માહિતી આયોગમાં એક મુખ્ય માહિતી કમિશનર અને ૧૦થી વધે નહીં તેટલી સંખ્યામાં, આવશ્યક હોય તેટલા માહિતી કમિશનરશ્રીઓ હોય છે. (કલમ: ૧૨ અને ૧૫). રાજ્યના મુખ્ય માહિતી કમિશનર અને રાજ્ય માહિતી કમિશનરોની નિમણૂક મુખ્ય મંત્રીશ્રી, ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતાશ્રી તેમજ મંત્રીમંડળના એક સભ્યની બનેલી સમિતિ દ્વારા કરવામાં આવતી ભલામણને આધારે નામદાર રાજ્યપાલશ્રી દ્વારા કરવામાં આવે છે (કલમ: ૧૫). રાજયના મુખ્ય માહિતી કમિશનર અને રાજય માહિતી કમિશનરો, કાયદા, વિજ્ઞાન અને ટેકનોલોજી, સમાજ સેવા, વ્યવસ્થાપન, પત્રકારત્વ, સમૂહ માધ્યમો અથવા વહીવટ અને સંચાલનના ક્ષેત્રમાં બહોળા જ્ઞાન અને અનુભવ ધરાવતી જાહેર જીવનમાં નામાંકિત હોય એવી વ્યકિતઓ હોવી જોઇશે (કલમ: ૧૫). મુખ્ય માહિતી કમિશનર તેમજ તમામ રાજ્ય માહિતી કમિશનરશ્રીઓ પાંચ વર્ષ માટે અથવા તેઓ ૬૫ વર્ષની ઉમરે પહોંચે- તે બે પૈકી જે વહેલું હોય તેટલા સમય સુધી હોદ્દો ધારણ કરી શકે છે (કલમ: ૧૬).

  • કલમ-૨(છ)મુજબ ‘‘માહિતી’’ એટલે રેકર્ડ, દસ્તાવેજો, મેમો, ઈ-મેઈલ, અભિપ્રાયો, સૂચના, અખબારી યાદી, પરિપત્રો, હુકમો, લોગબુક, કરારો, અહેવાલો, કાગળો, નમૂના, મોડેલ્સ કોઈ ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં માહિતી-સામગ્રી અને તત્સમયે અમલમાં હોય તેવા કોઈ કાયદા હેઠળ કોઈ જાહેર સત્તામંડળ મેળવી શકે તેવી કોઈ ખાનગી સંગઠનને લગતી માહિતી.

    લિંક:કલમ-૨(છ)

  • કલમ:ર(ઠ) મુજબ ‘‘માહિતીનો અધિકાર’’ એટલે કોઈ જાહેર સત્તામંડળ પાસેની અથવા તેના નિયંત્રણ હેઠળની માહિતી જેમ કે, કામકાજ, દસ્તાવેજો, રેકર્ડની તપાસ કરવાના; દસ્તાવેજો અથવા રેકર્ડની નોંધ, ઉતારા અથવા પ્રમાણિત નકલો લેવાના; સામગ્રીના પ્રમાણિત પુરાવા લેવાના; ડિસ્કેટ્સ, ફ્લોપી, ટેપ, વિડીયો કેસેટના સ્વરૂપમાં અથવા બીજી કોઈ ઈલેક્ટ્રોનિક પધ્ધતિ અથવા જયારે આવી માહિતી કોઈ કોમ્પ્યુટરમાં અથવા બીજા કોઈ સાધનમાં સંગ્રહિત હોય ત્યારે પ્રિન્ટ આઉટની મારફતે મેળવવાના અધિકારનો સમાવેશ થાય છે.

    લિંક:કલમ-ર(ઠ)

  • કલમઃ ર(થ) મુજબ ત્રાહિત પક્ષકાર એટલે ‘‘માહિતી માંગનાર સિવાયની- અન્ય વ્યક્તિ’’ જેમાં જાહેર સત્તામંડળનો પણ સમાવેશ થાય છે.

    જ્યારે કોઇ અરજદારે માંગેલ માહિતી ત્રાહિત પક્ષકાર સંબંધિત હોય ત્યારે, જાહેર માહિતી અધિકારીએ નીચે મુજબ કાર્યવાહી કરવાની રહેશે;

    લિંક:કલમ-ર(થ)

  • કલમ-૨(ઝ) મુજબ "જાહેર સત્તામંડળ" એટલે-

    લિંક:કલમ-૨(ઝ)

  • સામાન્ય રીતે બિન સરકારી સંગઠનો/સંસ્થાઓને માહિતીનો અધિકાર અધિનિયમ લાગુ પડતો નથી. તેમ છતાં જો આવાં સંગઠનો/ સંસ્થાઓ સરકાર પાસેથી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે નોંધપાત્ર નાણાંકીય સહાય મેળવતા હોય તો તેવાં સંગઠનો/ સંસ્થાઓને માહિતીનો અધિકાર અધિનિયમ હેઠળ આવરી લેવામાં આવશે અને તેવા કિસ્સામાં આ અધિનિયમની જોગવાઇઓ લાગુ પડશે.

    લિંક:કલમ-૨(ઝ)

  • જો કોઇ ખાનગી સંસ્થા પાસે હોય તેવી માહિતી, કે જે માહિતી કોઇ જાહેર સત્તા મંડળ, અમલમાં હોય તેવા કાયદાની જોગવાઇ અનુસાર મેળવી શકે તેમ હોય તો તેવી માહિતીનો પણ અધિનિયમની કલમ-ર(છ) હેઠળની ‘‘માહિતી’’ની વ્યાખ્યામાં સમાવેશ થાય છે.

    ઉદાહરણ તરીકે સહકારી મંડળીઓના રજીસ્ટ્રારશ્રી, સહકારી કાયદા હેઠળ મેળવી શકાતી વિગતો, સહકારી મંડળીઓ પાસેથી મેળવી શકે છે.

    લિંક:કલમ-ર(છ)

  • દરેક જાહેર સતામંડળે કલમ-૪માં દર્શાવેલ કાર્યો અને ફરજો નિભાવવાની રહેશે.

    લિંક:કલમ-૪

  • લિંક:કલમ-૩
    લિંક:ગુજરાત માહિતીનો અધિકાર નિયમો-૨૦૧૦,નિયમ-૫(૧)(ક)
    લિંક:નમૂના-ક માહિતીનો અધિકાર નિયમો,૨૦૧૦

  • નોંધ: સામાન્ય વહીવટ વિભાગ પરિપત્ર ક્રમાંક :પરચ-૧૦૨૦૧૮-૧૫૨૭-આરટીઆઇસેલ, તા.૦૫-૧૨-૨૦૧૮ મુજબ “ બી.પી.એલ. રેશનકાર્ડ ફકત અનાજ મેળવવાના હેતુસર જ કાઢી આપવામાં આવેલ હોઇ, માહિતી અધિકાર અધિનિયમની જોગવાઇ મુજબ માહિતી મેળવવા માટે કરવામાં આવતી અરજીઓ સાથે ગરીબીરેખા હેઠળના કાર્ડને જ માન્ય ગણવામાં આવેલ હોઇ બી.પી.એલ. રેશનકાર્ડની નકલ જોડેલ હોય તો તેવા અરજદારને કોઇ પણ પ્રકારની ફી મુક્તિનો લાભ મળવાપાત્ર થશે નહિ. આ ફી મુક્તિનો લાભ મેળવવા ઇચ્છનારે ગરીબીરેખા કાર્ડ અથવા તે અંગેનુ સક્ષમ અધિકારી દ્વારા કાઢી આપવામાં આવેલ પ્રમાણપત્રની પ્રમાણિત નકલ અથવા ખરી નકલ રજુ કરવાની રહેશે.
    લિંક:ગુજરાત માહિતીનો અધિકાર નિયમો-૨૦૧૦,નિયમ-૫
    લિંક:ગુજરાત માહિતીનો અધિકાર નિયમો-૨૦૧૦ ના નિયમ-૩(૧)
    લિંક:ગુજરાત હાઈકોર્ટ (માહિતીનો અધિકાર) નિયમો-૨૦૦૫
    લિંક:કલમ-૭(૫)
    લિંક: સામાન્ય વહીવટ વિભાગ પરિપત્ર ક્રમાંક :પરચ-૧૦૨૦૧૮-૧૫૨૭-આરટીઆઇસેલ, તા.૦૫-૧૨-૨૦૧૮ https://artd.gujarat.gov.in/circulars.htm

  • નોંધ: સામાન્ય વહીવટ વિભાગ પરિપત્ર ક્રમાંક :પરચ-૧૦૨૦૧૮-૧૫૨૭-આરટીઆઇસેલ, તા.૦૫-૧૨-૨૦૧૮ મુજબ “ બી.પી.એલ. રેશનકાર્ડ ફકત અનાજ મેળવવાના હેતુસર જ કાઢી આપવામાં આવેલ હોઇ, માહિતી અધિકાર અધિનિયમની જોગવાઇ મુજબ માહિતી મેળવવા માટે કરવામાં આવતી અરજીઓ સાથે ગરીબીરેખા હેઠળના કાર્ડને જ માન્ય ગણવામાં આવેલ હોઇ બી.પી.એલ. રેશનકાર્ડની નકલ જોડેલ હોય તો તેવા અરજદારને કોઇ પણ પ્રકારની ફી મુક્તિનો લાભમળવાપાત્ર થશે નહિ. આ ફી મુક્તિનો લાભ મેળવવા ઇચ્છનારે ગરીબીરેખા કાર્ડ અથવા તે અંગેનુ સક્ષમ અધિકારી દ્વારા કાઢી આપવામાં આવેલ પ્રમાણપત્રની પ્રમાણિત નકલ અથવા ખરી નકલ રજુ કરવાની રહેશે.
    લિંક:ગુજરાત માહિતીનો અધિકાર નિયમો-૨૦૧૦ ના નિયમ-૫(ખ)
    લિંક:ગુજરાત હાઈકોર્ટ (માહિતીનો અધિકાર) નિયમો-૨૦૦૫
    લિંક:કલમ-૭(૫)
    લિંક: સામાન્ય વહીવટ વિભાગ પરિપત્ર ક્રમાંક :પરચ-૧૦૨૦૧૮-૧૫૨૭-આરટીઆઇસેલ, તા.૦૫-૧૨-૨૦૧૮ https://artd.gujarat.gov.in/circulars.htm

  • માહિતીનો અધિકાર અધિનિયમની કલમઃ ૬(૩)ની જોગવાઇ મુજબ;

    લિંક:કલમ-૬(૩)
    લિંક: ભારત સરકાર જાહેરનામા ક્રમાંક નં.૧૦/૧૨/૨૦૦૮ આઇ.આર.,તા.૧૨-૦૬-૨૦૦૮

  • આ અધિનિયમની કલમઃ ૭(૬)ની જોગવાઇ અનુસાર માહિતી માંગતી અરજી મળ્યાથી દિન-૩૦ની સમયમર્યાદામાં નકલ ફી ભરવાની અરજદારને જાણ કરવામાં ચૂક થયેથી આપવા પાત્ર માહિતી અરજદારને વિનામૂલ્યે પૂરી પાડવાની રહેશે.

    લિંક:કલમ-૭(૬)

  • જાહેર માહિતી અધિકારી પોતાની પાસે ઉપલબ્ધ માહિતી નીચેનાં કારણોસર આપવાનો ઇન્કાર કરી શકે છે.
    કલમ-૮, ૯, અને ૨૪ મુજબ માહિતી જાહેર કરવામાંથી મુક્તિ આપેલ હોય તેવી બાબત:

    લિંક:કલમ-૮
    લિંક:કલમ-૯
    લિંક:કલમ-૨૪

  • લિંક:કલમ-૭(૬)
    લિંક:કલમ-૧૮(૧)

  • પ્રથમ અપીલ અધિકારી સમક્ષ કરવામાં આવતી પ્રથમ અપીલ સાથે નીચે દર્શાવેલ દસ્તાવેજો જોડવાના રહેશે.

  • લિંક:કલમ-૧૯(૩)

  • રાજય માહિતી આયોગ સમક્ષ કરવામાં આવતી બીજી અપીલ અરજી સાથે નીચે દર્શાવેલ દસ્તાવેજો જોડવાના રહેશે.

    આથી હું ____________________________ બાંહેધરી આપું છું કે આ વિષયમાં ગુજરાત માહિતી આયોગમાં અગાઉ કોોઇ અપીલ/ફરિયાદ કરેલ નથી.
    સહીઃ- અપીલ કરનાર.
    લિંક:ગુજરાત માહિતીનો અધિકાર નિયમો-૨૦૧૦,નિયમ-૬(૩)

  • કલમ-૧૮ હેઠળ આયોગ સમક્ષ નીચેની બાબતો માટે ફરિયાદનું કારણ ઉપસ્થિત થયાથી ફરિયાદ રજૂ કરી શકે છે.

    નોંધ:
    ૧. ફરિયાદ અન્વયે જાહેર માહિતી અધિકારી વિરૂદ્ધ માત્ર દંડ/શિક્ષા માટે રજૂઆત થઇ શકે છે. ફરિયાદ અન્વયે માહિતીની માંગણી થઇ શકતી નથી.માહિતી મેળવવા માટે અપીલ કરવાની રહે છે.
    ૨. આયોગ સમક્ષ ફરિયાદ રજૂ કરવા માટે ઓનલાઇન વ્યવસ્થા ઉપલબ્ધ છે. ફરિયાદ કરવા માટેના ફોર્મનો https://gic.gujarat.gov.in/front-page/DownloadFront.aspx વેબલીંક પરથી ઉપલબ્ધ થઇ શકશે. તેમાં દર્શાવેલ દસ્તાવેજો સાથે ફરિયાદ રજૂ કરવાની રહેશે.

    લિંક:કલમ-૧૮(૧)

  • રાજય માહિતી આયોગ સમક્ષ કરવામાં આવતી કલમ-૧૮ હેઠળની ફરીયાદ સાથે નીચે દર્શાવેલ દસ્તાવેજો જોડવાના રહેશે.

  • દરેક જાહેર માહિતી અધિકારી પ્રતિદિન રૂ.૨૫૦/- અને મહત્તમ રૂ. ર૫,૦૦૦/-ના દંડને પાત્ર બને છે. જ્યારે-

    રાજ્ય માહિતી આયોગને સંબંધિત જાહેર માહિતી અધિકારીને માહિતીનો અધિકાર અધિનિયમની કલમઃર૦(૧) હેઠળ દંડ કરવાની સત્તા છે. આયોગને માહિતીનો અધિકાર અધિનિયમની કલમઃર૦(ર) હેઠળ જાહેર માહિતી અધિકારી વિરૂધ્ધ શિસ્ત વિષયક પગલાં લેવા માટે ભલામણ કરવાની પણ સત્તા છે.

    લિંક:કલમઃર૦(૧)
    લિંક:કલમઃર૦(ર)

  • માહિતી આયોગને માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ માહિતી આયોગના હુકમને રીવ્યુ કરવાની સત્તા નથી. માહિતી આયોગના હુકમ સામે નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રીટ પીટીશન દાખલ કરવાની રહે છે.



  • કોર્ટ દ્વારા કરેલ અવલોકનો
  • નામદાર સુપ્રિમ કોર્ટે સીવીલ એપ્લીકેશન નં. ૯૦૧૭ ઓફ ૨૦૧૩ (Thalappalam Ser. Co-op. Bank Ltd., and others V/S State of Kerala and others)માં તા. ૦૭-૧૦-ર૦૧૩ના રોજ ઠરાવ્યા મુજબ સહકારી સંસ્થાઓ, જો સરકારી માલિકીની અથવા નિયંત્રણમાં હોય અથવા સરકાર પાસેથી મોટા પાયે નાણાકીય સહાય મેળવતી હોય તેવા આધારોની અનુપસ્થિતિમાં (ગેરહાજરીમાં) આવી સંસ્થાઓનો માહિતી અધિકાર અધિનિયમની કલમઃ ર(ઝ) હેઠળની વ્યાખ્યામાં ‘જાહેર સત્તામંડળ’ તરીકે સમાવેશ થશે નહી. નામદાર કોર્ટે એ પણ નોંધ્યું છે કે આવા પ્રકારની સંસ્થાઓ સરકાર તરફથી મોટા પાયે નાણાકીય સહાય મેળવે છે અથવા તો સરકારના નિયંત્રણમાં છે અથવા તો સરકારની માલિકીની છે અથવા તો આવી સંસ્થા પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી મોટા પાયાની નાણાકીય સહાય મેળવે છે તેવું પ્રસ્થાપિત કરવાની જવાબદારી અરજદારની અથવા તો સંબંધિત સરકારની રહેશે અને આવી પરિસ્થિતિ ઉદભવે ત્યારે રાજ્ય માહિતી આયોગ દ્વારા ચકાસણી કરવામાં આવશે. અધિનિયમની કલમઃ ૮ની જોગવાઇઓને બાધ ન આવે તે રીતે કલમ: ર(છ)ની જોગવાઇ અનુસાર સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર, લાગુ પડતા કાયદા/ નિયમોને આધારે આવી મંડળીઓ પાસેથી વિગતો એકત્રિત કરી શકે છે અને આવી વિગતો અરજદાર સહકારી મંડળીઓના રજીસ્ટ્રારને અરજી કરીને મેળવી શકે છે.

  • નામદાર સર્વોચ્ચ અદાલતે સીવીલ એપ્લીકેશન નં. ૬૪૫૪/ર૦૧૧માં તા. ૦૯-૦૮-ર૦૧૧ના રોજ (Central Board of Secondary Education and Anr. Vs. Aditya Bandopadhyay and Ors.) આપેલ ચૂકાદાના ફકરા નં. ૩૫માં નીચે મુજબ અવલોકન કરેલ છે.

    “At this juncture, it is necessary to clear some misconceptions about the RTI Act. The RTI Act provides access to all information that is available and existing. This is clear from a combined reading of section 3 and the definitions of ‘information’ and ‘right to information’ under clauses (f) and (j) of section 2 of the Act. If a public authority has any information in the form of data or analysed data, or abstracts, or statistics, an applicant may access such information, subject to the exemptions in section 8 of the Act. But where the information sought is not a part of the record of a public authority, and where such information is not required to be maintained under any law or the rules or regulations of the public authority, the Act does not cast an obligation upon the public authority, to collect or collate such non-available information and then furnish it to an applicant. A public authority is also not required to furnish information which require drawing of inferences and/or making of assumptions. It is also not required to provide ‘advice or opinion’ to an applicant, nor required to obtain and furnish any ‘opinion’ or ‘advice’ to an applicant. The reference to ‘opinion’ or ‘advice’ in the definition of ‘information’ in section 2 (f) of the Act, only refers to such material available in the records of the public authority. Many public authorities, as a public relation exercise, provide advice, guidance and opinion to the citizens. But that is purely voluntary and should not be confused with any obligation under the RTI Act.”

  • માહિતી અધિકાર અધિનિયમના સંદર્ભમાં એક અગત્યની બાબતમાં નામદાર સર્વોચ્ચ અદાલત દ્વારા સીવીલ એપ્લીકેશન નં. ૬૪૫૪/ર૦૧૧માં તા. ૦૯-૦૮-ર૦૧૧ના રોજ આપવામાં આવેલ ચૂકાદાના ફકરાઃ ૩૭માં નીચે મુજબ અવલોકન કરવામાં આવેલ છે.

    ‘‘૩7. Indiscriminate and impractical demands or directions under RTI Act for disclosure of all and sundry information (unrelated to transparency and accountability in the functioning of public authorities and eradication of corruption) would be counter-productive as it will adversely affect the efficiency of the administration and result in the executive getting bogged down with the non-productive work of collecting and furnishing information. The Act should not be allowed to be misused or abused, to become a tool to obstruct the national development and integration, or to destroy the peace, tranquility and harmony among its citizens. Nor should it be converted into a tool of oppression or intimidation of honest officials striving to do their duty. The nation does not want a scenario where 75% of the staff of public authorities spends 75% of their time in collecting and furnishing information to applicants instead of discharging their regular duties. The threat of penalties under the RTI Act and the pressure of the authorities under the RTI Act should not lead to employees of a public authorities prioritising ‘information furnishing’, at the cost of their normal and regular duties.”

  • નામદાર બોમ્બે હાઇકોર્ટ (ગોવા બેન્ચ)એ રીટ પીટીશન નં. ૪૧૯/૨૦૦૭, ડૉ. સેલ્સા પિન્ટો વિ. ગોવા રાજ્ય માહિતી કમિશનના ચૂકાદામાં ઠરાવેલ છે કે માહિતી અધિકાર અધિનિયમ હેઠળની માહિતીની વ્યાખ્યામાં ‘‘કારણો’’ની માગણી કરતા પ્રશ્નોના જવાબોનો સમાવેશ થતો નથી. આ ચૂકાદાનો સંબંધિત ઉતારો નીચે મુજબ છે.

    “The definition of information cannot include within its fold answers to the question “why” which would be same thing as asking the reason for a justification for a particular thing. The public information authorities cannot expect to communicate to the citizen the reason why a certain thing was done or not done in the sense of a justification because the citizen makes a requisition about information. Justifications are matter within the domain of adjudicating authorities and cannot properly be classified as information.”

    અલબત, જો નિર્ણય લેવાનાં કારણોની નોંધ કરવામાં આવેલ હોય અને તે રેકર્ડ ઉપર ઉપલબ્ધ હોય તો કલમ-૮ હેઠળના અપવાદોને બાદ કરતાં તેવી માહિતી, જાહેર માહિતી અધિકારીશ્રી આપી શકે છે.

  • નામદાર સર્વોચ્ચ અદાલત દ્વારા સ્પેશીયલ લીવ પીટીશન (સીવીલ) નં. ર૭૭૩૪/ર૦૧ર (ગીરીશ રામચન્દ્ર દેશપાંડે વિ. કેન્દ્રિય માહિતી આયોગ અને અન્ય)ના તા. ૦૩-૧૦-ર૦૧રના ચૂકાદામાં ફકરા નં. ૧રથી ૧૫માં નીચે પ્રમાણે અવલોકન કરવામાં આવેલ છે.

    “12. The petitioner herein sought for copies of all memos, show cause notices and censure/punishment awarded to the third respondent from his employer and also details viz. movable and immovable properties and also the details of his investments, lending and borrowing from Banks and other financial institutions. Further, he has also sought for the details of gifts stated to have accepted by the third respondent, his family members and friends and relatives at the marriage of his son. The information mostly sought for finds a place in the income tax returns of the third respondent. The question that has come up for consideration is whether the above-mentioned information sought for qualifies to be “personal information” as defined in clause (j) of Section 8(1) of the RTI Act. 13. We are in agreement with the CIC and the courts below that the details called for by the petitioner i.e. copies of all memos issued to the third respondent, show cause notices and orders of censure /punishment etc. are qualified to be personal information as defined in clause (j) of Section 8(1) of the RTI Act. The performance of an employee /officer in an organization is primarily a matter between the employee and the employer and normally those aspects are governed by the service rules which fall under the expression “personal information”, the disclosure of which has no relationship to any public activity or public interest. On the other hand, the disclosure of which would cause unwarranted invasion of privacy of that individual. Of course, in a given case, if the Central Public Information Officer or the State Public Information Officer or the Appellate Authority is satisfied that the larger public interest justifies the disclosure of such information, appropriate orders could be passed but the petitioner cannot claim those details as a matter of right.

    14. The details disclosed by a person in his income tax returns are “personal information” which stand exempted from disclosure under clause (j) of Section 8(1) of the RTI Act, unless involves a larger public interest and the Central Public Information Officer or the State Public Information Officer or the Appellate Authority is satisfied that the larger public interest justifies the disclosure of such information. 15. The petitioner in the instant case has not made a bona fide public interest in seeking information, the disclosure of such information would cause unwarranted invasion of privacy of the individual under Section 8(1)(j) of the RTI Act.”

  • Civil Appeal No. 10787-10788 of 2011, (Chief Information Commissioner and another V/s State of Manipur) માં નામદાર સર્વોચ્ચ અદાલતે આપેલ ચૂકાદા મુજબ જ્યારે અધિનિયમની કલમઃ ૧૮ હેઠળ ફરિયાદ કરવામાં આવી હોય ત્યારે રાજ્ય માહિતી આયોગ, માહિતી પૂરી પાડવા માટે જાહેર માહિતી અધિકારીને સૂચના આપી શકે નહિ માત્ર દંડ અંગે આદેશ કરી શકે.જ્યારેકલમ-૧૯(૩) હેઠળ બીજી અપીલ કરવામાં આવી હોય ત્યારે રાજ્ય માહિતી આયોગ, માહિતી પૂરી પાડવા માટે જાહેર માહિતી અધિકારીને સૂચના આપી શકે તેમજ દંડ અંગે આદેશ કરી શકે.


ગુજરાત માહિતી આયોગ દ્વારા બીજી અપીલ/ફરિયાદમાં ચકાસવામાં આવતા મુદ્દાઓનું ચેકલીસ્ટ

View Checklist

કર્મચારી અને તાલીમ વિભાગ, નવી દિલ્હી ના ઓફિસ મેમોરેંડમ અને ઠરાવો

https://dopt.gov.in/sites/default/files/Compendium-2023.pdf

RTI: સપ્તાહની ઉજવણી

RTI: સપ્તાહની ઉજવણી

સાઇટ પર છેલ્લું અપડેટ : ૨૧/ઓગસ્ટ/૨૦૨૫  |   મુલાકાતીઓ : ૦૧૫૫૬૯૦૫