ઓપનિંગ આવક નિકાલ ક્લોઝિંગ *
૩૨૬૫ ૭૭૪ ૧૩૦૮ ૨૬૩૧

ગુજરાત માહિતી આયોગના નોંધપાત્ર ચુકાદાઓ

શોધ વિકલ્પ પસંદ કરો   

શોધ કીવર્ડ દાખલ કરો   
ક્રમવર્ષચુકાદા ની વિભાવનાલાગુ પડતી કલમઆયોગનો હુકમ ક્રમાંકહુકમ તારીખચુકાદો આપનાર કમિશ્નરનું નામઓર્ડર જુઓ
1 2025આયોગ દ્વારા પોલીસ મહાનિર્દેશકશ્રી અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીને સુચના આપેલ છે કે, તેઓના અગાઉના પરિપત્રમાં આપવામાં આવેલ સુચનાઓ તમામ ક્ષેત્રિય અધિકારી/ કર્મચારીને પુન: પરિપત્ર કરવામાં આવે. સદર પરિપત્રમાં ખાસ જણાવવાનું રહેશે કે, સી.સી.ટી.વી. રેકોર્ડીંગ જે દિવસે ઘટના બનેલ હોય તે ઘટનાના ૩૦ દિવસની અંદર માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ અરજી દાખલ થાય તો, સંબંધિત સી.સી.ટી.વી. રેકોર્ડીંગ સાચવી રાખવાનું રહેશે. કલમ-૧૯(૩) ફ-૦૦૬૨-૨૦૨૫ 19/07/2025શ્રી નિખિલ ભટ્ટ ઓર્ડર જુઓ
2 2025અરજદાર દ્વારા ડામરના રસ્તાનું નિરીક્ષણ આપવા માટે રજૂઆત થયેલ છે. રસ્તાનો ઉપયોગ લોકો માટે ખુલ્લો મુકવામાં આવેલ છે.જે કામ પૂર્ણ થયેલ હોય તે કામનું નિરીક્ષણ આપવાની બાબતનો સમાવેશ કલમ-૨(ઠ)માં આપવામાં આવેલ"માહિતીનો અધિકાર"માં થતો નથી. કલમ-૨(ઠ)માં આપવામાં આવેલ "માહિતીનો અધિકાર"ની વ્યાખ્યામાં "Inspection of work" નો સમાવેશ થાય છે અને આવું નિરીક્ષણ કામ ચાલુ હોય તે સમયે કરવાનું રહે છે. કોઇપણ કામ પૂર્ણ થયા બાદ તે કામ અંગેની મિલકત જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવે ત્યારે, તેનું નિરીક્ષણ આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી-તે મુજબ આદેશ થયેલ છે. કલમ-૨(છ), (ઠ) અ-૧૧૩૬-૨૦૨૫ 16/07/2025ડૉ.સુભાષ સોની ઓર્ડર જુઓ
3 2025કોઇપણ નાગરિક દ્વારા માહિતી અધિકાર અધિનિયમના ઓથા હેઠળ તેઓને પરેશાન કરવામાં આવે તો, તે અંગે સંબંધિત પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવવા અને માહિતી અધિકાર અધિનિયમના ઓથા હેઠળ અધિનિયમના પવિત્ર હેતુઓ સિવાયના હેતુઓસર માહિતીની માંગણી કરવામાં આવે તો, હવે પછી વિગતવાર અહેવાલથી આયોગનું ધ્યાન દોરવા આયોગ દ્વારા આદેશ. ક્લમ-૭(૧), કલમ-૧૯ અ-૨૧૬૯-૨૦૨૫ 16/07/2025ડૉ.સુભાષ સોની ઓર્ડર જુઓ
4 2025જાહેર માહિતી અધિકારીના વિસ્તારમાં હાલ ચાર પ્રાઇવેટ યુનિવર્સિટી કાર્યરત છે અને પ્રત્યેક વર્ષે આશરે ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા શિષ્યવૃત્તિની અરજી કરવામાં આવે છે. પોર્ટલ પરથી નાગરિકને આ અંગેની માહિતી મળી શકતી નથી. જે વિદ્યાર્થી દ્વારા અરજી કરવામાં આવેલ હોય, માત્ર તે જ વિદ્યાર્થી શિષ્યવૃત્તિ અંગેની માહિતી મેળવી શકે છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ થી શરૂ કરીને મંજૂર કરવામાં આવેલ તમામ સ્કોલરશીપના લાભાર્થીઓની વિગતો જેવી કે, લાર્ભાથીનું નામ, તેઓના અભ્યાસક્રમનું નામ, કોલેજ/યુનિવર્સિટીનું નામ અને મંજૂર કરવામાં આવેલ સ્કોલરશીપની રકમ પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝરના ભાગરૂપે વેબસાઇટ પર સમયાંતરે પ્રસિધ્ધ કરવા આયોગ દ્વારા કલમ-૨૫(૫) અન્વયે ભલામણ. કલમ-૪(૧)(ખ)(૧૨), કલમ-૨૫(૫) અ-૦૬૭૭-૨૦૨૫ 08/07/2025ડૉ.સુભાષ સોની ઓર્ડર જુઓ
5 2025નકલ ફીની ચૂકવણી માટે કે માહિતી મેળવવા માટે કોઇ પણ અરજદારને રૂબરૂ બોલાવવામાં ન આવે. નિયત નકલ ફી ચૂકવવા માટે કે નિયત નકલ ફીની ચૂકવણી થયા બાદ માહિતી મેળવવા માટે અરજદારની માંગણી ન હોય તો, તેઓને રૂબરૂ બોલાવવામાં ન આવે તે માટેની સુચનાઓ બહાર પાડવા રાજ્યના પોલીસદળના વડા અને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરને આયોગ દ્વારા સૂચના. કલમ-૭(૩)(ક), નિયમ-૫(ખ), નિયમ-૩(૪) અ-૦૩૮૨-૨૦૨૪ 30/06/2025ડૉ.સુભાષ સોની ઓર્ડર જુઓ
6 2025અરજદારે કરેલ આર.ટી.આઈ મોટાભાગે અરજદાર અને સોસાયટી વચ્ચેની તકરારને સંબંધિત છે.વિવાદી દ્વારા કલા રેસીડન્સી કો.ઓ.હા.સર્વિસ સોસાયટી લી., વેજલપુર સંબંધમાં માહિતી અધિકાર અધિનિયમનો અયોગ્ય/અતિ/અપ્રમાણસર ઉપયોગ કરવામાં આવી રહેલ હોવાથી, આયોગના હુકમની તારીખથી શરૂ કરીને કલા રેસીડન્સી કો.ઓ.હા.સર્વિસ સોસાયટી લી., વેજલપુરને સંબંધિત માહિતી અધિકાર અધિનિયમ હેઠળની અરજીઓની સંખ્યામાં ઘટાડો કરીને પ્રત્યેક કેલેન્ડર વર્ષમાં વધુમાં વધુ છ અરજીઓ કરવા અને આવી પ્રત્યેક અરજી અન્વયે કોઇ એક બાબતને સંબંધિત વધુમાં વધુ પ(પાંચ) મુદ્દાઓ અંગે માહિતી માંગવા અને જાહેર સત્તામંડળને કરવામાં આવતી પ્રત્યેક અરજીમાં બાંહેધરી આપવા આયોગ દ્વારા આદેશ. કલમ-૬(૧), કલમ-૭(૯), કલમ-૧૯(૩) અ-૧૮૫૪-૨૦૨૪ 25/06/2025ડૉ.સુભાષ સોની ઓર્ડર જુઓ
7 2025માંગવામાં આવેલ માહિતીના અનુસંધાને અધિનિયમની કલમ-૭(૩)(ક)ની જોગવાઇઓ અનુસાર તથા ગુજરાત માહિતી અધિકાર નિયમોના નિયમ-૫(ખ) ની જોગવાઇઓ અનુસાર, નિયત નકલ ફી ચૂકવવા માટે નિયમ-૩(૪) માં જણાવેલ વિકલ્પો સાથે વિવાદીને પત્ર પાઠવીને નિયત નકલ ફી ચૂકવવા માટે જણાવવાનું રહે છે. સરકારના સામાન્ય વહીવટ વિભાગના તા.૨૨/૦૭/૨૦૦૮ના પરિપત્રથી આપવામાં આવેલ સૂચના અનુસાર, અરજદાર નકલ ફી રૂબરૂમાં જ ભરે અને રૂબરૂમાં જ નકલ મેળવી લે તેવો આગ્રહ રાખવાનો રહેતો નથી.વિવાદીને રૂબરૂ આવવાનું જણાવી, જાણી-બુઝીને અધિનિયમમાં દર્શાવેલ ૩૦ દિવસની સમયમર્યાદામાં માહિતી આપવામાં અવરોધ/વિલંબ કરેલ હોવાથી, જાહેર માહિતી અધિકારી શ્રી એમ. બી. ગામીત અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર(લીવ રીઝર્વ), મુખ્ય મથક, નવસારીને રૂા.૫૦૦૦/- નો દંડ કરવા આયોગનો આદેશ. કલમ-૭(૩)(ક), નિયમ-૫(ખ), નિયમ-૩(૪), કલમ-૨૦(૧) અ-૦૧૮૨-૨૦૨૫ 19/06/2025ડૉ.સુભાષ સોની ઓર્ડર જુઓ
8 2025અગ્ર સચિવશ્રી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગને વિભાગ હેઠળના ખાતાના વડા અને બોર્ડ નિગમોની વેબસાઈટોમાં પ્રો-એક્ટીવ ડિસક્લોઝરના મુદ્દા નં. (૧૧), (૧૨) અને (૧૩) માં નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩, વર્ષ ૨૦૨૩-૨૪, વર્ષ ૨૦૨૪-૨૫ અંગેની વિકાસલક્ષી યોજનાકીય બાબતો જેવી કે ફાળવેલ નાણાં, થયેલ ખર્ચ/ ચૂકવેલ નાણાં, વિભાગ દ્વારા આયોજિત અને ખાતાના વડા અને બોર્ડ નિગમો સંચાલિત વિકાસલક્ષી કાર્યક્રમોના લાભાર્થીઓની વિગતો (ગામવાર, તાલુકાવાર, જિલ્લાવાર) તા.૩૧/૦૭/૨૦૨૫ પહેલાં મૂકાવવા માટે કલમ-૨૫(૩)(જ) હેઠળ આયોગ દ્વારા ભલામણ. કલમ-૪(૧)(ખ)(૧૧),(૧૨),(૧૩),કલમ-૨૫(૩)(જ) અ-૫૩૨૬-૨૦૨૩17/06/2025શ્રી નિખિલ ભટ્ટ ઓર્ડર જુઓ
9 2025કલમ-૨(ઝ)મુજબ " જાહેર સત્તામંડળ’’ ની વ્યાખ્યામાં રાજય વિધાનમંડળે કરેલા કાયદાથી અસ્તિત્વમાં આવેલ સંસ્થાઓ “જાહેર સત્તામંડળ’’ બનતી હોવાથી અને પારૂલ યુનિવર્સિટી દ્વારા તા.૧૮/૦૧/૨૦૨૫ના પત્રમાં જણાવ્યા અનુસાર, તેઓની સંસ્થા ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એકટ, ૨૦૦૯ અંતર્ગત વિધાનસભા દ્વારા ઘડવામાં આવેલ અધિનિયમ અન્વયે અસ્તિત્વમાં આવેલ હોવાથી, પારૂલ યુનિવર્સિટી કલમ-૨(ઝ) અનુસાર, “જાહેર સત્તામંડળ’’ બને છે. ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટીઝ એકટ, ૨૦૦૯ અંતર્ગત સ્થાપવામાં આવેલ તમામ યુનિવર્સિટીઓ દ્વારા માહિતી અધિકાર અધિનિયમનો અમલ કરવામાં આવે તે માટે જરૂરી આદેશો આપવા કલમ-૨૫(૫) અન્વયે આયોગ દ્વારા રાજય વહીવટીતંત્રને ભલામણ. કલમ-૨(ઝ), કલમ-૨૫(૫) અ-૩૬૯૭-૨૦૨૪ 16/06/2025ડૉ.સુભાષ સોની ઓર્ડર જુઓ
10 2025જાહેર માહિતી અધિકારી દ્વારા તેઓને “રૂબરૂ બતાવવામાં આવશે” તેવો પ્રત્યુત્તર પાઠવી, રૂબરૂ બોલાવવામાં આવેલ છે. કોઇપણ નાગરિક દ્વારા જ્યારે ચોક્કસ વિગતો દર્શાવીને મર્યાદિત માહિતીની માંગણી કરવામાં આવેલ હોય ત્યારે તેવી માહિતી નાગરિકને આપવા માટે નિયત સમયમર્યાદામાં નકલ ફી ચૂકવવા માટે જાણ કરવાની રહે છે અને નિયત નકલ ફી ચૂકવ્યાની જાણ થયા બાદ, જાહેર માહિતી અધિકારીએ નાગરિકને માહિતી મોકલી આપવાની રહે છે. આ સમગ્ર પ્રક્રિયામાં વિવાદીને રૂબરૂમાં બોલાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી કે અધિનિયમ/નિયમોમાં આવી કોઇ જોગવાઇ ઉપલબ્ધ નથી.ઉક્ત અવલોકન સાથે આયોગ દ્વારા જાહેર માહિતી અધિકારી અને પ્રથમ અપીલ સત્તાધિકારીને ભવિષ્યમાં મળનાર અરજી પરત્વે અધિનિયમ/નિયમોમાં દર્શાવેલ જોગવાઇઓ ધ્યાને લઇને યોગ્ય નિર્ણય કરવાની કાળજી રાખવા આદેશ. કલમ-૭(૧), કલમ-(૭)(૩) અ-૪૩૩૫-૨૦૨૪ 03/06/2025ડૉ.સુભાષ સોની ઓર્ડર જુઓ
12345678910...

સાઇટ પર છેલ્લું અપડેટ : ૨૧/ઓગસ્ટ/૨૦૨૫  |   મુલાકાતીઓ : ૦૧૫૫૬૯૦૪